ગુજરાત રાજયમાં ખુબ જ ઝડપથી થતા શહેરીકરણને કારણે ઉદભવતા વિવિધ પ્રશ્રોનું નિરાકરણ કરવા, શહેરીવિસ્તારમાં લોકોને માળખાગત સુવિધાઓ પુરી પાડવા તથા "સ્વચ્છ ગુજરાત - નિર્મળ ગુજરાત" ના સંકલ્પને યથાર્થ કરવા માટે શહેરી વિસ્તારમાં વિકાસલક્ષી યોજનાનું સંકલન થાય તે ખુબ જ જરૂરી હતું જે અર્થે થઈને જિલ્લા શહેરી વિકાસ એજન્સીની સંકલનકર્તા એજન્સી તરીકે રાજ્ય સરકાર દ્રારા રચના કરવામાં આવી.